દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે નીટની પરીક્ષા પણ સ્થગિત, નવી તારીખ કરાશે જાહેર

New Update
દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે નીટની પરીક્ષા પણ સ્થગિત, નવી તારીખ કરાશે જાહેર

દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે 18 એપ્રિલે યોજાનારી નીટ પરીક્ષાને સ્થિગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને ગુરુવારે સાંજે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમણની સ્થિતિ જોતા આ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ પરીક્ષામાં આશરે 1.7 લાખ વિદ્યાર્થી સામેલ થવાના હતા.

દેશભરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને ત્યારે આ પરીક્ષા ઓફલાઈન યોજાવાની હતી. ઘણા લોકો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિત હતા. જેને જોતા કેંદ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.

Latest Stories