34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિમાં આવેલ ફેરફારને જાણો ખૂબ જ સરળતાથી

New Update
34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિમાં આવેલ ફેરફારને જાણો ખૂબ જ સરળતાથી

કહેવાય છે કે દેશનો વિકાસનો પાયો ક્યાંકને ક્યાંક ભણતર પર રહેલો હોય છે. આપણે હાલ એવા સમયમાં જીવી રહ્યા છે જ્યાં પગલે પગલે ટેક્નોલાજી બદલાતી હોય છે. જ્યાં દર મહિને મોબાઈલમાં નવા ફીચર આવતા હોય છે. એક બાજુ એ જમાનો છે ત્યાં આપણી શિક્ષણ પ્રણાલીમાં વર્ષોથી કોઈ જ તફાવત નથી. છેલ્લા 34 વર્ષથી આપણા દેશમાં શિક્ષણ નીતિમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં નથી આવ્યો. 34 વર્ષના લાંબા સમયગાળા બાદ નવી શિક્ષણ નીતિ આવી છે.

નવી શિક્ષણ નીતિ તો આવી પણ તેને જાહેર એ રીતે કરવામાં આવી છે કે મોટા ભાગના લોકોમાં તેને લઈ મુંજવણ ઊભી થઈ છે. તો આ નવી શિક્ષણ નીતિને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ.

આ નવી શિક્ષણ નીતિને કંઈક એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે 21મી સદીના ઉદ્દેશ્યોને પૂરા કરવાની સાથે જ ભારતની પરંપરાઓ અને વેલ્યૂ સિસ્ટમથી પણ સુસંગત હશે. નવી શિક્ષણ નીતિને ભારતના એજ્યૂકેશન સ્ટ્રક્ચરના તમામ પાસાઓનું ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવી છે.

  • શરૂઆતના 5 વર્ષમાં તમારા બાળકેને પ્રી સ્કુલીંગ ક્યાં આંગણવાડીમાં 3 વર્ષ અને ધોરણ 2 સુધી અભ્યાસ ભણાવવામાં આવશે. પછીના 3 વર્ષમાં 5 ઘોરણ સુધીનો અભ્યાસ રહેશે. બાદમાં 3 વર્ષ સુઘી 8 ઘોરણ સુધી અને બાકીના 4 વર્ષમાં ઘોરણ 12 સુઘીનો અભ્યાસ રહેશે.
  • સરકાર 3થી 6 વર્ષના બાળકો માટે અલગ અભ્યાસક્રમ બનાવશે. જેમાં રમત-ગમત અને ઈત્તર પ્રવુ્તિઓ વઘુ સામેલ હશે.
  • 1થી 3 ઘોરણના બાળકોના પાયાના શિક્ષણ પર ભાર આપવામાં આવશે.
  • 9 વર્ષના બાળકોના બેઝીક શિક્ષા જ્ઞાન, સાક્ષરતા અને કોડિંગ પર ધ્યાન આપવામાં આવશે.
  • ધોરણ 6ના વિદ્યાર્થીઓને વિષયોથી પરીચીત કરવામાં આવશે.
  • ધોરણ 9 પછી હવે આર્ટસ, સાયન્સ, કોમર્ષ જેવી સ્ટ્રીમ પસંદ કરવાનુ બંઘ કરી દેવાયુ છે. વિદ્યાર્થીને પસંદ હોય તે વિષય લઈ શકે છે.
  • સરકાર તરફથી એક્સ્ટ્રા વિષય બંઘ કરી દેવામાં આવ્યો છે. જેમ કે સંગીત,પીટી, વિગેરે . હવેથી દરેક વિષયનુ સરખુ જ મહત્વ રહેશે.
  • વોકેશનલ ક્લાસીસ પણ લેવામાં આવશે અને લોકલ ક્રાફટ અને ટ્રેડ સમજાવવા માટે વર્ષમાં 10 દિવસની ઈન્ટનશીપ પણ રાખવામાં આવશે.
  • બોર્ડ પરીક્ષાને લઈ મોટા ફેરફાર છે. બોર્ડ પરીક્ષાનુ પ્રેસર દરેક વિદ્યાર્થીઓને રહેતુ હોય છે ત્યારે એ દબાણ ઓછુ કરવા પર ભાર આપવામાં આવ્યો છે. હવેથી વર્ષમાં બે વાર પરીક્ષા થશે. બોર્ડ પરીક્ષાને એવા પ્રકારે બનાવવામાં આવશે કે તેમાં સ્ટુડન્ટ્સનું ગોખણીયુ જ્ઞાન નહિ પણ સમજણીયુ જ્ઞાન જાણી શકાશે. જે ડિસ્ક્રીપ્ટીવ અને વૈકલ્પિક હશે.
  • નવી શિક્ષણ નીતિ હેઠળ દુનિયાની 100 મોટી યુનિવર્સિટીને ભારતમાં સ્થાપિત કરવાની સુવિધા આપવામાં આવશે.
  • વર્ષ 2040 સુધીમાં તમામ હાયર એજ્યૂકેશન ઇન્સ્ટિટ્યૂટને મલ્ટી ડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટમાં બદલવામાં આવશે અને પ્રયાસ કરવામાં આવશે કે ત્રણ હજાર કે તેથી વધુ સ્ટુડન્ટ્સ હોય.
  • તમામ હાયર એજ્યૂકેશન ઇન્ટિુનટ્યૂટ માટે એનટીએ દ્વારા સંયુક્ત પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. જોકે, આ પ્રવેશ પરીક્ષા વૈકલ્પિક હશે, અનિવાર્ય નહીં હોય.
  • અનેક સ્તરો પર કોર્સમાં પ્રવેશ કરવા અને બહાર જવાની પણ સુવિધા હશે. Mphilને બંઘ કરવામાં આવશે. રિસર્ચ કરવા માટે Mphilની મંજૂરી હવેથી નહીં મળે.
  • સરકારી તથા પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાનોમાં પણ ફીને રેગ્યૂલેટ કરવામાં આવશે. જેથી કોઈ પણ સંસ્થાન એક્સ્ટ્રા ફી ન વસૂલી શકે.
  • -શિક્ષણના ક્ષેત્રમાં જીડીપીના 6 ટકા સુધીનું રોકાણ કરવામાં આવશે. અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર મળીને કુલ 4.4 ટકા રોકાણ થાય છે.
  • સ્ટુડન્ટ ધોરણ-6થી જ કોડિંગ શીખી શકશે. મેથમેટિકલ થિન્કિંગ અને સાયન્ટિફિક ટેમ્પરને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ક્ષેત્રીય ભાષાઓમાં પણ ઇ-કન્ટેન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટેક્નોલોજીને એજ્યૂકેશન પ્લાનિંગ, ટીચિંગ, લર્નિંગ અને અસેસમેન્ટનો હિસ્સો બનાવવામાં આવશે. તેની શરૂઆત 8 મુખ્ય ક્ષેત્રીય ભાષાઓ સાથે કરવામાં આવશે.
  • સંભવ હોય તેટલુ ક્ષેત્રીય ભાષાઓમાં ભણાવવામાં આવે . તેનુ કારણ ક્ષેત્રીય ભાષાને પ્રોત્સાહિત કરવામાં આવે. તેનો અર્થ એ નથી કે અંગ્રેજી મીડિયમમાં ક્ષેત્રીય ભાષામાં ભણાવાય. પરંતુ સંભવ હોય ત્યાં સુઘી.
  • અન્ડર ગ્રેજ્યૂએટ કોલેજોને વધુ ઓટોનોમસ બનાવવામાં આવશે.
Latest Stories