દીવ: ઘોઘલાની કન્યા શાળાની વિદ્યાર્થીની અને વાંસોજ ગામના આહીર સમાજની દીકરી જયા રામ ગુજરાત રાજ્ય ક્રિકેટ ટીમમાં પસંદગી પામી

આહીર જયાથી પ્રભાવિત થઇ દીવની અન્ય છોકરીઓની પણ પોતાની અંદર રહેલી પ્રતિભાવને ઉજાગર કરી દિવનું નામ રોશન કરશે…

New Update
દીવ: ઘોઘલાની કન્યા શાળાની વિદ્યાર્થીની અને વાંસોજ ગામના આહીર સમાજની દીકરી જયા રામ ગુજરાત રાજ્ય ક્રિકેટ ટીમમાં પસંદગી પામી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના આહીર સમાજની દીકરી જયા રામુ જે દિવના ઘોઘલા કન્યા શાળામાં ભણવા માટે શાળાએ જતી હતી જયાને શરૂઆતથી જ રમત પ્રત્યે લાગણી હતી જયા પોતાની શાળાના મેદાન તેમજ પોતાના ખેતરો અને ગામના મેદાનોમાં રમ્યા કરતી હતી શાળા દૂર હોવાથી જયા વહેલી સવારે ગામમાંથી જ પોતાના ભાઈ સાથે મેદાનમાં છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી જયાની ક્રિકેટમાં છુપાયેલી પ્રતિભા અને રમતગમત પ્રત્યેના જુસ્સાને ધ્યાને લઈ દીવના શારીરિક શિક્ષક અને આર્મી વિંગ સેકન્ડ ઓફિસર વંદના કામળીયાએ તેને ઘણો સાથ આપ્યો હતો જ્યારે જયાના પિતાએ પણ વંદના કામળીયાને મળી જયાને ક્રિકેટમાં આગળ વધવા સાથે સાથ સહકાર આપવા માટે વાત કરી હતી જેના પર તેણે અવર જવર કરવામાં પરેશાની હોવા છતા ભાડાની સાથે સાથે સાયકલની વ્યવસ્થાથી લઈને ક્રિકેટ જગત સાથે જોડાયેલા અનુભવી લોકો સાથે મુલાકાત કરાવી જયાને ક્રિકેટ પ્રોફેશનલ બનાવવા માટે એક દિવસ વંદના કામળીયા ભૂતપૂર્વ રણજી ખેલાડી અને BCCI લેવલના કોચ સોહિલ જીવાણીને મળ્યા ત્યારે જયા વિશે જણાવ્યું હતું અને તેને એકેડમીમાં પ્રેક્ટિસ માટે જોડાવા વિશે જણાવ્યું હતું.

જે બાદ સોહિલ જીવાણીએ જયાને ક્રિકેટ આપ્યું નજીકથી પ્રશિક્ષિત અને વધુ કોચિંગ માટે સુરતના કોચ ધનસુખ પટેલને ત્યાં મોકલી હતી. જ્યાં જયાએ દમણ અને સુરતના કોચો સાથે સંપૂર્ણ સમર્પણ સાથે કોચ પાસેથી ક્રિકેટની ગૂંચવણો શીખી અને ગુજરાત રાજ્ય ક્રિકેટ ટીમ માટે ચાલી રહેલી પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો ત્યાં જયા ફાસ્ટ બોલર તરીકે પસંદગી પામી છે. જયાએ પોતાના સામે આવી હજારો મુશ્કેલીઓનો સામનો કર્યો જેનું પરિણામ આજે જયાને ગુજરાતની ટીમનો દરજ્જો મળ્યો અને બિહારની ટીમ સામે પ્રદર્શન માટે તક મળી છે જયા ઘોઘલા કન્યા શાળાની સાથે દીવની પ્રથમ મહિલા ખેલાડી છે. જેની ગુજરાત રાજ્ય ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. દીવના શારીરિક શિક્ષક વંદના કામળીયા કહે છે કે જયા દ્વારા ઘણા સંઘર્ષ છતાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. તેણી કેન્દ્રશાસિત પ્રદેશની અસંખ્ય ખેલાડીઓ અને બાળકોને એક અકલ્પનીય પ્રેરણા છે. આહીર જયાથી પ્રભાવિત થઇ દીવની અન્ય છોકરીઓની પણ પોતાની અંદર રહેલી પ્રતિભાવને ઉજાગર કરી દિવનું નામ રોશન કરશે…

Latest Stories