ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉજવણી
ગણેશ મહોત્સવ નિમિત્તે અનોખી પહેલ
નિર્માલ્ય રથનો કરાયો પ્રારંભ
ગણેશ પંડાલોમાંથી નિકળતો પૂજાપો એકત્રિત કરાશે
વૈજ્ઞાનિક ઢબે કરાશે નિકાલ
ભરૂચમાં ગણેશ મહોત્સવ દરમિયાન રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી અને નગર સેવા સદનના સંયુક્ત ઉપક્રમે નિર્માલ્ય રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ગણેશ પંડલોમાંથી નીકળતા પૂજાપા સહિતના સામાનને આ રથમાં એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે
રોટરી ક્લબ ઓફ ભરુચ નર્મદા નગરી અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તથા રોટરેક્ટ ક્લબ ઓફ ભરુચ નર્મદા નગરીના સહયોગથી ગણેશ મહોત્સવમાં પર્યાવરણ સંરક્ષણના હેતુથી ‘નિર્માલ્ય રથ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી નિર્માલ્ય રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર સહિતના આગેવાનો અને રોટરી ક્લબ ઓફ ભરુચ નર્મદા નગરીના પ્રમુખ સમીર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.ગણેશોત્સવ દરમિયાન ગણેશ પંડાલોમાંથી નીકળતા નિર્માલ્યને નર્મદા નદી તેમજ અન્ય જળાશયોમાં પધરાવવામાં ન આવે અને જળ પ્રદૂષણ અટકાવી શકાય તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે.
‘નિર્માલ્ય રથ’ દ્વારા ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય એકત્ર કરવામાં આવશે અને તેના યોગ્ય નિકાલ સાથે તેને કમ્પોસ્ટ તથા ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે.પર્યાવરણની જાળવણી અને નદી-જળાશયોને પ્રદૂષણથી બચાવવાના હેતુથી શરૂ કરાયેલી આ પહેલને ભરૂચના નાગરિકો અને ગણેશોત્સવ આયોજકોનો સહયોગ મળે તેવી અપીલ કરવામાં આવી હતી.
