આજે ૮ માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ અને આ શીર્ષક જોઈને તમને નવાઇ લાગશે સ્વાભાવિક છે પણ આ જ સત્ય છે . આ સમાજ સ્ત્રીને આગળ તો કરે જ છે પણ સાથે એને એટલી મજબૂર કરી દે છે કે એ સીમિત જ રહે .
આજે દેશભરમાં આપણે મહિલા શસ્તીકરણ ની વાત કરીયે છીએ પણ એની સાથે આપણે " બેટી બચાવો " અભિયાન પણ કરવું પડે છે આપણે બહેન દીકરીઓ ની સલામતી માટે નારા લગાવવા પડે છે. આજના સમાજમાં એક નાની બાળકી કે જેને પોતાના શરીર કે સૌંદર્ય ની પુરેપુરી સભાનતા પણ નથી હોતી એવી માસુમ દીકરીઓ થી લઇ આધેડ ઉંમરની સ્ત્રેઓ પર શારીરિક અત્યાચાર થાય છે. જેનો કોઈ ઉપાય કે યોગ્ય સજા આ સમાજ નથી શોધી શકતો અને ફક્ત દુઃખ વ્યક્ત કરી, ભાષણો કરી , આશ્વાસન આપી વાત પતાવી દે છે.
એટલે જ આજે કહું છું કે સમાજ women empowerment ની વાતો જ કરે છે બાકી ઈચ્છે તો એમ જ છે કે
ઓ સ્ત્રી તું કલ આના
આપણા સમાજને પ્રજ્વલિત કરવા વળી અનેક નારીઓ છે જેમ કે છવિ રાજાવત, સીતા સાહુ, ચંદા ખોચર, તાન્યા દુભાસ વગેરે જે પોતપોતાના ક્ષેત્ર માં ખુબ આગળ છે પોતાનું સ્થાન બનાવ્યું છે ....... અભિનંદન એ સૌને પણ તેમ છતાં આજે આપણે "બેટી પઢાઓ" અભિયાન કરવું પડે છે કેમ ?????
કારણ સમાજે અમુક અંશે નારીનો વિકાસ રૂંધી દીધો છે, તેમને યોગ્ય શૈક્ષણિક ફાયદા નથી અપાતા અમુક જગ્યાએ એમને યોગ્ય સ્થાન નથી આપવા માં આવતું, સમાજ કોઈક ને કોઈક રીતે એમનો વિકાસ અટકાવી દે છે કારણ તેઓ ઈચ્છે છે કે આજ અમારો જ હોઈ ....
ઓ સ્ત્રી તું કલ આના
આ ઓ સ્ત્રી તું કલ આના એ ફક્ત એક નારી શસ્તીકરણ ના ભાગરૂપે એક મૃગજળ છે જેના આધારે આજની નારી અનેક દુઃખ , તકલીફ અને અત્યાચાર સહન કરીને ઝઝુમે છે કે કદાચ સાચે કાલ અમારી આવશે .
પરંતુ એ તો ત્યારે જ શક્ય બનશે જયારે એક સ્ત્રી બીજી સ્ત્રીનું પીઠબળ બનશે એને મજબૂતી આપશે એક સ્ત્રી જયારે આગળ આવી શકે એમ હોઈ તો બીજી ઈર્ષા , સ્વાર્થ અને લાલચ છોડી એને પ્રોત્સાહન આપે એને બનતી યોગ્ય સહાયતા કરે .
તો ચાલો ભલે સમાજ એમ કહે કે
ઓ સ્ત્રી તું કલ આના
પણ આપણે નારી સંગઠન મજબૂત બનાવી સાબિત કરીયે કે ......
When women support
each other
Incredible things happen
HAPPY WOMEN ‘S DAY
MY BEAUTIFUL LADIES