ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા ચંદ્રયાન-3ને વર્લ્ડ સ્પેસ એવોર્ડથી સન્માનિત કરાયું

ચંદ્રયાન-3 એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બનાવ્યો હતો. હવે આ કાર્યક્રમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા ચંદ્રયાન-3ને વર્લ્ડ સ્પેસ એવોર્ડ

New Update
Chandrayaan-3 was honored with the World Space Award by the International Space Federation

ચંદ્રયાન-3 એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બનાવ્યો હતો. હવે આ કાર્યક્રમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા ચંદ્રયાન-3ને વર્લ્ડ સ્પેસ એવોર્ડ આપવામાં આવ્યું છે. ભારત સિવાય અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે. 14 ઓક્ટોબરે ઈટાલીના મિલાનમાં 75મી ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહ દરમિયાન એવોર્ડ સમારોહ યોજાશે.

તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટ 2023ના રોજ સફળ લેન્ડિંગ કર્યું હતું. તે લગભગ એક વર્ષ બાદ આ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશને ગુરુવારે જણાવ્યું હતું કે, ઇસરો દ્વારા ચંદ્રયાન-3 મિશન વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને ખર્ચ-અસરકારક એન્જિનિયરિંગની સમન્વયનું ઉદાહરણ આપે છે. તે શ્રેષ્ઠતા માટે ભારતની પ્રતિબદ્ધતા અને અવકાશ સંશોધન માનવતાને પ્રદાન કરે છે તે પ્રચંડ સંભાવનાનું પ્રતિક છે.

Latest Stories