ISROનો 4,000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો સંચાર ઉપગ્રહ CMS-03 અવકાશ કેન્દ્રથી થશે લોન્ચ

ISROનો 4,000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો સંચાર ઉપગ્રહ CMS-03 રવિવારે અવકાશ કેન્દ્રથી લોન્ચ થવા માટે સંપૂર્ણ રીતે તૈયારમાં છે. ઇસરોએ જણાવ્યું કે બાહુબલી

New Update
isro

ISROનો 4,000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો સંચાર ઉપગ્રહ CMS-03 રવિવારે અવકાશ કેન્દ્રથી લોન્ચ થવા માટે સંપૂર્ણ રીતે તૈયારમાં છે. ઇસરોએ જણાવ્યું કે બાહુબલી નામથી જાણીતા અવકાશયાનથી આ ઉપગ્રહ સાંજે 5:26 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. 

ભારતીય અવકાશ એજન્સી ISRO તેની વધતી જતી અવકાશ સિદ્ધિઓની લિસ્ટમાં વધુ એક ઉપલબ્ધિ માટે તૈયાર છે. આજે રવિવારે 2 નવેમ્બરના રોજ ઇસરો પૃથ્વી પરથી પ્રક્ષેપિત થતો અત્યાર સુધીનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 (લોન્ચ વ્હીકલ માર્ક-3) જેનું વજન 4,410 કિલોગ્રામ છે, તે લોન્ચ કરશે. આ અવકાશયાન ઇસરોનું સૌથી શક્તિશાળી પ્રક્ષેપણ યાન LVM3-M5 દ્વારા લઈ જવામાં આવશે, જેને વિશાળ પેલોડ લઈ જવાની ક્ષમતા માટે "બાહુબલી" ઉપનામ આપવામાં આવ્યું છે. આ લોન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી સાંજે 5:26 વાગ્યે કરવામાં આવશે.

માહિતી પ્રમાણે, ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISROનો 4,000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો સંચાર ઉપગ્રહ CMS-03 રવિવારે અવકાશ કેન્દ્રથી લોન્ચ થવા માટે સંપૂર્ણ રીતે તૈયારમાં છે. અવકાશ એજન્સીએ જણાવ્યું કે આશરે 4,410 કિલોગ્રામ વજનનો આ ઉપગ્રહ, ભારતની ધરતી પરથી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં લોન્ચ કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ હશે. આ ઉપગ્રહ LVM3-M5 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે, જેને તેની ભારે પેલોડ ક્ષમતા માટે બાહુબલીનું ઉપનામ આપવામાં આવ્યું છે.

Latest Stories