Poco નો M સીરીઝમાં નવો સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો શું છે ફીચર્સ...

Pocoનો આ સ્માર્ટફોન 11 જૂને લોન્ચ થવા જઇ રહયો છે, Poco M6માં 108MP પ્રો-ગ્રેડ ડ્યુઅલ રિયર કેમેરા મળશે અને અંદાજિત કિંમત 10,758 સામે આવી છે. 

New Update
POCO

Pocoનો આ સ્માર્ટફોન 11 જૂને લોન્ચ થવા જઇ રહયો છે, Poco M6માં 108MP પ્રો-ગ્રેડ ડ્યુઅલ રિયર કેમેરા મળશે અને અંદાજિત કિંમત 10,758 સામે આવી છે. ટેક કંપની Poco 11 જૂનના રોજ ગ્લોબલ માર્કેટમાં M સીરીઝમાં નવો સસ્તો 4G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોન Redmi 13 4Gનું રિબ્રાન્ડેડ વર્ઝન છે.

આ ફોનમાં 108MP પ્રો-ગ્રેડ ડ્યુઅલ રીઅર કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હશે. Poco M6 4G ટીઝરમાં ત્રણ કલર વિકલ્પો - બ્લેક, પર્પલ અને વ્હાઇટ સાથે બતાવવામાં આવ્યું છે. સ્માર્ટફોનની બેક પેનલ પર ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને LED ફ્લેશ છે.

સ્ટોરેજ અને કિંમત

ટીઝર અનુસાર, નવો 4G સ્માર્ટફોન Poco M6 બે સ્ટોરેજ વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં 6GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 256GB સ્ટોરેજ શામેલ છે.

ફોનના બેઝ વેરિયન્ટની શરૂઆતની કિંમત લગભગ 10,758 રૂપિયા અને ટોપ મોડલની શરૂઆતની  લગભગ 12,427 રૂપિયા હોય શકે છે.

કેમેરા

·       Poco M6 માં ફોટોગ્રાફી માટે બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં 108MP પ્રાથમિક કેમેરા + 2MP મેક્રો લેન્સનો સમાવેશ થાય છે, જ્યારે 13MP કેમેરો વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આગળના ભાગમાં ઉપલબ્ધ રહેશે.

ડિસ્પ્લે

·       Poco M6 માં 2460x1080MP ઉચ્ચ રિઝોલ્યુશન સાથે સંપૂર્ણ HD+ ડિસ્પ્લે છે. આ 6.79-ઇંચનું પ્રમાણિત આઇ-કેર ડિસ્પ્લે IPS LCD પેનલ પર બનાવવામાં આવ્યું છે અને 90Hz રિફ્રેશ રેટ પર કામ કરે છે.

રેમ અને સ્ટોરેજ

·       પ્રોસેસર ચલાવવા માટે ફોનમાં મેમરી એક્સટેન્શન સાથે 6GB અને 8GB LPDDR4X રેમનો વિકલ્પ હશે. સ્ટોરેજ માટે 128GB અને 256GB મેમરી ઉપલબ્ધ હશે.

બેટરી

·       ડિવાઇસમાં 5030mAh બેટરી છે. તેને ચાર્જ કરવા માટે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.

અન્ય

·      અન્ય સુવિધાઓમાં સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ અને 3.5mm હેડફોન જેકનો સમાવેશ થાય છે

પ્રોસેસર અને OS

·      મોબાઇલમાં પરફોર્મન્સ માટે MediaTek Helio G91 અલ્ટ્રા ચિપસેટ છે અને Xiaomi Hyper OS પર કામ કરે છે.

Latest Stories