કેન્દ્રીય કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને આપી મંજૂરી, રૂપિયા 2104 કરોડનું મિશન

ટેકનોલોજી | Featured | સમાચાર, કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને સુરક્ષિત

New Update
india spesh
કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે.કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન અને ઈન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS)ની સ્થાપનાને પણ મંજૂરી આપી હતી. બંને મિશનને વર્ષ 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે.
2104 કરોડ રૂપિયાના આ મિશનમાં ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર પરત લાવવામાં આવશે. મિશનમાં બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. હેવી-લિફ્ટર LVM-3 અને ISROનું વિશ્વસનીય વર્કહોર્સ PSLV વિવિધ પેલોડ વહન કરશે.સ્ટેક 1માં ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે ડીસેન્ડર મોડ્યુલનો સમાવેશ થાય છે. સ્ટેક 2માં થ્રસ્ટ માટે પ્રોપલ્શન મોડ્યુલ, સેમ્પલ હોલ્ડ માટે ટ્રાન્સફર મોડ્યુલ અને સેમ્પલને પૃથ્વી પર લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલનો સમાવેશ થાય છે.
Latest Stories