પંચમહાલ: કાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલ ખાનગી ડેરીના ગોડાઉનમાં યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર

New Update
પંચમહાલ: કાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલ ખાનગી ડેરીના ગોડાઉનમાં યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર

કાલોલ શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ નવા બજાર સ્થિત એક ખાનગી દુધ ડેરીમાં કામ કરતા ૨૦ વર્ષીય યુવકે રાત્રીના સમય દરમિયાન ગોડાઉનમાં આત્મહત્યા કરીને મોતને વહાલું કરતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. જે અંગે કાલોલ પોલીસ મથકે કલ્પેશભાઈ હિંમતસિંહ સોલંકી દ્વારા દાખલ કરેલી ફરિયાદની વિગતો મુજબ કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે નિશાળવાળા ફળિયામાં રહેતો 20 વર્ષીય મિલેશભાઈ રૂકેશભાઈ સોલંકી હોળીના તહેવારમાં બે દિવસ સુધી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ફરવા જતા રહેવા અંગે માતાએ પોતાના એકના એક પુત્ર મિલેશને ઠપકો આપતા લાગી આવતા મંગળવારે સાંજે શામળદેવીથી રિસાઈને કાલોલ બસ સ્ટેન્ડ પાસે આવેલા નવા બજાર સ્થિત સાંઈ દર્શન કોમ્પલેક્ષમાં આવેલી મહાકાલી ડેરી નામના ગોડાઉનમાં સુઈ રહેવાની વિનંતી કરતા મિલેશ ગોડાઉનમાં સુવા ગયો હતો. જે ગોડાઉનને સવારે ખોલતા ગોડાઉનમાં પંખો લગાવવાના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટના અંગે ગોડાઉન માલિકે સ્થાનિક પોલીસ અને પરિવાર જનોને જાણ કરતા પોલીસ અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી પોતાના જુવાનજોધ દીકરાની લાશ જોઈ કુટુંબીજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જે ઘટના અંગે પોલીસે જરૂરી તપાસ હાથ ધરી મૃતકની લાશને કાલોલ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરીને આગળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories