પંચમહાલ: કોરોનાકાળ વચ્ચે આવતીકાલે મોરવા હફડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે થશે મતદાન

New Update
પંચમહાલ: કોરોનાકાળ વચ્ચે આવતીકાલે મોરવા હફડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે થશે મતદાન

પંચમહાલ જિલ્લાની મોરવા હફડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલ તા.17-04-2021ના રોજ મતદાન યોજાવવા જઈ રહ્યું છે. આ બેઠકની પેટા ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય એટલું જ નહીં, ચૂંટણી દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

publive-image

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું છે કે, મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે મોરવા સ્થિત સરકારી કોલેજથી મતદાન મથકો ખાતે મતદાન સ્ટાફ સહિત મતદાન સામગ્રી રવાના કરવામાં આવી છે. મતદારો સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. તેમજ આ બેઠક ઉપર 111286 પુરુષ, 107899 મહિલાઓ સહિત કુલ 219185 મતદારો નોંધાયા છે. જ્યારે 149 પુરુષ અને 3 મહિલાઓ સહિત 152 સેવા મતદારો નોંધાયેલા છે.

publive-image

સેવા મતદારોનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. મતદાન માટે 329 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તે પૈકી 75 મતદાન મથકો કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને વધારવામાં આવ્યા છે. આ માટે જરૂરી ઇવીએમ તથા વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. મતદાન પ્રક્રીયામાં 1645 ચૂંટણીકર્મીઓ મતદાન મથક ઉપર ફરજ બજાવશે. મતદારો માટે છાંયડો, પાણી, સેનિટાઇઝેશન, હાથ મોજા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો ઉપર આરોગ્યકર્મી પણ ફરજ બજાવશે.

publive-image

તેમજ અમિત અરોરાએ કહ્યું કે, આ બેઠક ઉપર 900 થી 1000 સુધી મતદારો ધરાવતા 41 મતદાન મથકો, 801 થી 900 મતદારો ધરાવતા 38, 701 થી 800 મતદારો ધરાવતા 33, 601 થી 700 મતદારો ધરાવતા 58, 501 થી 600 મતદારો ધરાવતા 146, 401 થી 500 મતદારો ધરાવતા 9 મતદાન મથકો, 301 થી 400 મતદારો ધરાવતા 2 અને 201 થી 300 મતદારો ધરાવતા 2 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

publive-image

મોરવા હડફ બેઠક ઉપર 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 62.22 ટકા, જ્યારે 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 60.69 ટકા મતદાન થયું હતું.

Latest Stories