દેશમાં પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીઓની મત ગણતરી પણ રવિવારના રોજ કરવામાં આવી હતી. ગુજરાતની મોરવાહડફ વિધાનસભા બેઠક પર ભાજપના નિમિષા સુથારનો વિજય થયો છે. આ વિજય સાથે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 112 થઇ છે.
પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4 થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલ ના રોજ યોજાયેલા મતદાનની આજે ગણતરી યોજવામાં આવી હતી.મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડ મુજબ ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67,101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21,669 મતો મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર નિમિષા સુથારનો 45432 મતોની લીડથી વિજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને 97 બેઠકો મળી હતી પણ ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટા બાદ યોજાયેલી પેટા ચુંટણીઓ બાદ ભાજપના ધારાસભ્યોની સંખ્યા 112 પર પહોંચી છે.
ગુજરાત : મોરવા હડફ બેઠક પર વિજય સાથે વિધાનસભામાં હવે ભાજપના 112 ધારાસભ્યો
New Update
Latest Stories