-
ગોધરા SOG પોલીસને મળી છે મોટી સફળતા
-
એમ્બરગ્રીસના જથ્થા સાથે ઇસમની ધરપકડ
-
768 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ જપ્ત કરાયું
-
અંદાજિત કિંમત રૂ. 76.80 લાખનો મુદ્દામાલ
-
વન વિભાગ-FSL દ્વારા આગળની કાર્યવાહી શરૂ
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે SOG પોલીસે મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ એમ્બરગ્રીસના જથ્થા સાથે એક ઇસમને ઝડપી રૂ. 76.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે SOG પોલીસે બાતમીના આધારે બામરોલી ચોકડી નજીક વોચ ગોઠવી હતી, જ્યાં મોપેડને રોકી તપાસ કરતાં ડેકીમાંથી અંદાજે 768 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ મળી આવી હતી. જેની કિંમત અંદાજે રૂ. 76.80 લાખ હોવાનું જણાવાયું છે. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી સુરેશ રજનસિંહ બારીયા ગોધરા તાલુકાના ધોળી ગામે રહેતો હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન તેણે આ એમ્બરગ્રીસ વડોદરાથી લાવી વેચાણ માટે ગ્રાહક શોધતો હોવાની કબૂલાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પદાર્થ સ્પર્મ વ્હેલમાંથી મળતો હોવાથી ભારતમાં તેના વેપાર પર પ્રતિબંધ છે, ત્યારે આ મામલે વન વિભાગ અને FSL અધિકારીઓને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
