પંચમહાલ : રાયસિંગપુરામાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારા મંગેતરની LCB પોલીસે કરી અટકાયત

New Update
પંચમહાલ : રાયસિંગપુરામાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારા મંગેતરની LCB પોલીસે કરી અટકાયત

પંચમહાલના ગોધરા તાલુકાના રાયસીંગપુરા ગામે ખેતરમાં છોકરીનું ગળુ કાપી મારી નાખેલ હાલતમાં લાશ મળેલ તે છોકરીનુ ખુન કરવામાં સંડોવાયેલ તેના મંગેતરની એલ.સી.બી. પોલીસે અટકાયત કરી ખુનનો અનડીટેકટ ગુનો ગણતરીના કલાકોમાં ડીટેકટ કરવામા આવ્યો.

પંચમહાલ ગોધરા. રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક એમ.એસ.ભરાડાએ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલને આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઈન્સપેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી.ગોધરા નાઓને તા.૬/૦૫/૨૦૨૧ના રોજ ગોધરા ના રાયસીંગપુરા ગામે ખેતરમાાંથી એક છોકરીનુ ગળુ કાપી ક્રુર હત્યા કરેલ હોય તે છોકરીના ખુન કરવામાં સંડોવાયેલ આરોપીની તપાસ કરી ગુનો ડીટેકટ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતુ. જે માર્ગદર્શન મુજબ ડી.એન.ચુડાસમા પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આ ગુનાના કામે અજાણ્યા ગુનેગારનુ પગેરૂ શોધવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરાનાઓએ મરણ જનાર છોકરી ભુમીકાના કુટુંબીજનો ની ઘનિષ્ઠ પુછપરછ કરતા આ છોકરી ભુમીકાનું સગપણ પંદરેક દિવસ પહેલા ઘોઘંબા તાલુકાનાં મહાદેવીયા ગામે રહેતા જનક ઉર્ફે જગો ઇશ્વરસિંહ સોલંકી સાથે કરેલ હોવાનુ અને તેઓ બંન્ને એકબીજા સાથે મોબાઈલથી વાતોચીતો કરતા હોવાની હકીકત ફલીત થતા ટેકનીકલ ઢબે તપાસ કરી જનક ઉર્ફે જગો ઇશ્વરસિંહ સોલંકીની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે આ ગુનો પોતે કરેલ હોવાની કબુલાત કરેલ જેમાં છોકરી ભુમીકાબેન તેના મંગેતર પાસે સોના ચાાંદીના દાગીના તથા મોબાઈલ ફોનની અવાર નવાર માાંગણી કરતી હોય તેમજ તેની સાથે શારીરીક સંબધ બાાંધવા તૈયાર ન હોય અને પોતાના ઘરના માણસો તેની સાથે લગ્ન કરવાનુ કહેતા હોય જેથી માનસીક રીતે ત્રાસી જઇ નક્કી કરેલ કે અત્યારે હુ મોટર સાયકલ લઇ તેના ઘરે જઇ ઘરની બહાર બોલાવી તેને કોઇ પણ રીતે પતાવી દેવી છે તેવુ નક્કી કરી તા.૦૬/૦૫/૨૦૨૧ના રોજ રાતના સમયે રાયસીંગપુરા ગામે તેનો મંગેતર જઇ ભુમીકાને તેના ઘરની પાછળ આવેલ ખેતરમાં બોલાવી તેને બાથમાં લેવાનો પ્રયત્ન કરેલ તો ભૂમિકાએ ઝાટકો મારી દુર જતી રહેલ અને કહેવા લાગેલ કે મે જે સોના ચાાંદીના દાગીનાની માાંગણી કરેલ છે તે આપવાના છે કે કેમ તમારાથી આટલા દાગીનાનું સેટીંગ થતુ નથી “તમે બાયલા છો કે શુ” તેવુ કહેતા આરોપી જનક ઉર્ફે જગાએ કહેલ કે હું બાયલો છુ તે તને બતાવુ તેમ કહી મરનાર છોકરી ભુમીકાને બાથ મારી તેની સાથે શારીરીક સંબધ બાાંધવાનો પ્રયત્ન કરતા મરનાર છોકરી ભુમીકા છટકી જતા આરોપી જનક ઉર્ફે જગાને ગુસ્સો આવી જતા તેણે પહેરેલ નાઇટીના ખિસ્સામાં ચાકુ હતું તે કાઢી મરનાર છોકરી ભુમીકાને બાથમાં પકડી તથા માથાના વાળ પકડી તેના ગળાના ભાગે ચાકું ના જોરથી બે ત્રણ ઘા કરી મોત નિપજાવેલ હોવાની હકીકત જણાવી આ ગુનો કરેલાની કબુલાત તેના મંગેતરે કરેલ છે.

Latest Stories