પંચમહાલ : હાલોલ નગરપાલિકા દ્વારા બે નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી

New Update
પંચમહાલ : હાલોલ નગરપાલિકા દ્વારા બે નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી

હાલોલ તાલુકાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હાલોલ નગરપાલિકા દ્વારા બે નવીન એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા માટે કાર્યરત કરવામાં આવી હતી.

હાલમાં પૂરા દેશમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોગ્ય માર્ગદર્શનનો આપીને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ત્યારે વૈશ્વિક મહામારી કોરોનાની આ વિષમ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને વેળાસર એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના માન.મંત્રી અને હાલોલ તાલુકાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ હાલોલ નગરપાલિકા દ્વારા બે નવીન એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા માટે કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ તથા મામલતદાર હાલોલ એસ.એન. કટારાની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ નગરપાલિકા પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ, ઉપપ્રમુખ શીતલભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહજી રાઠોડ તથા તમામ નગર પાલિકાના સદસ્યો તથા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતું...

Latest Stories