એવી માહિતી સામે આવી રહી છે કે,અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા.
અમદાવાદ એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતુ. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ હતું. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે.
વિમાન દુર્ઘટના પછી, આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાન (ફ્લાઇટ નંબર AI 171) માં કુલ 230 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે.
