દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનને ભારત આવવાનું આમંત્રણ આપતાં તેઓએ સ્વીકારી લીધું છે. જોન્સનનું કહેવું છે કે, જેવી પરિસ્થિતિ સારી થાય ત્યારે, તેઓ ભારત આવશે. જોકે, આ સમગ્ર વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આપી છે.
વિદેશ સચિવે હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યુ હતું કે, પીએમ મોદી અને તેમના બ્રિટિશ સમકક્ષ બોરિસ જોનસને 2030 માટે પ્રાથમિક સેક્ટરો વ્યાપાર, સ્વાસ્થ્ય, ડિફેન્સ, સિક્યોરિટી અને બન્ને દેશની જનતાના એકબીજા સાથેના જોડાણને લઈને તૈયાર રોડમેપની સમીક્ષા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત પહેલો સહિત વિભિન્ન વિસ્તારમાં બ્રિટનની સાથે મળીને કામની પ્રતિબદ્ધતા વાગોળી છે. બન્ને પ્રમુખોએ 2030 માટે વ્યાપાર, સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય, ડિફેન્સ, સિક્યોરિટી જેવી પ્રાથમિકતા વાળા વિસ્તાર લઈને રોડ મેપની સમીક્ષા કરાય છે. પ્રધાનમંત્રી મોદી ક્લાઈમેટ ફાઈનાન્સ ટેકનોલોજી, ઇનોવેશન અને ગ્રીન હાઈડ્રોજન રિનીવેબલ ટેકનોલોજીના એડેપ્ટેશન માટે પ્રતિબદ્ધ છે, ત્યારે દ્વિપક્ષીય વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પીએમ જોનસન COP-26ના સફળ આયોજન માટેના અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ પરિવર્તન પર વૈશ્વિક કાર્યવાહી માટે પણ તેમને બિરદાવ્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ બ્રિટિશ પીએમને ભારત આવવાનો આગ્રહ કર્યો હતો.
