/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/21102447/ccc-1.jpg)
આજે આખા દેશમાં રામ નવમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ રામનવમીના અવસર પર દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'રામનવમીની મંગળકામનાઓ. દેશવાસીઓ પર ભગવાન શ્રીરામની અસીમ અનુકંપા સદાય બની રહે. જય શ્રીરામ.' આ સાથે તેમણે પોતાના આગલા ટ્વિટમાં લખ્યુ છે કે આજે રામનવમી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આપણા સૌને એ જ સંદેશ છે કે મર્યાદાઓનુ પાલન કરીએ. કોરોનાના આ સંકટ કાળમાં કોરોનાથી બચવાના જે પણ ઉપાય છે, કૃપા કરીને તેનુ પાલન કરો. 'દવાઈ પણ, કડાઈ પણ'ના મંત્રને યાદ રાખો.
વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કર્યુ છે કે રામ નવમીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મર્યાદા પુરુષોત્તમ રામના જન્મદિવસ પર મનાવાતો આ પર્વ, આપણને જીવનમાં મર્યાદાનુ પાલન કરવાની પ્રેરણા આપે છે. આવો, આપણે સૌ એ સંકલ્પ કરીએ કે કોવિડ-19 મહામારીને પણ આપણે સત્યનિષ્ઠા તેમજ સંયમથી પરાજિત કરીશુ.
ચૈત્ર મહિનાની નવમીને રામ નવમી કહેવામાં આવે છે કારણકે આ દિવસે અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામનો જન્મ થયો હતો. માટે ભક્તો આ નવમીને શ્રી રામના જન્મોત્સવ રૂપે મનાવે છે.