PM નરેન્દ્ર મોદી આજે બોકાખાટ અને બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે

New Update
PM નરેન્દ્ર મોદી આજે બોકાખાટ અને બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે

આસામ-પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તાબડતોડ ચૂંટણી રેલીઓ થઈ રહી છે, આ ક્રમમાં આજે પીએમ નરેન્દ્ર મોદી આસામના બોકાખાટ અને પશ્ચિમ બંગાળના બાંકુરામાં રેલીઓને સંબોધિત કરશે. જણાવી દઈએ કે પીએ મોદી આસામના બોકાખાટમાં આજે ભાજપી ગઠબંધનના ઉમેદવાર અને આસામ ગણ પરિષદના અધ્યક્ષ અતુલ બોરા માટે ચૂંટણી પ્રચાર કરશે. આ રેલીમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, આસામ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રંજીત કુમાર દાસ અને નેડાના સંયોજક ડૉ હિંમત વિશ્વશર્મા પણ હાજર રહેશે. પશ્ચિમ બંગાળના બાંકુરાની રેલી બપોરે એક વાગ્યે યોજાશે જ્યારે સાંજ સાડા પાંચ વાગ્યે કોલકાતામાં અમિત શાહ ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરશે.

તમને જણાવી દઈએ કે ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ પીએમ મોદીનો આજે પશ્ચિમ બંગાળનો ચોથો પ્રવાસ છે. 20 માર્ચે ખડકપુરમાં પીએમ મોદીએ એક જનસભા સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે બંગાળે કોંગ્રેસના કારનામાં જોયાં છે, વામદળની બર્બાદીનો અનુભવ કર્યો છે. ટીએમસીએ પણ તમારાં સપનાં ચૂરચૂક કર્યાં છે, પાછલા 70 વર્ષમાં બસ આજ જોયું છે. અમને પાંચ વર્ષનો મોકો આપો, 70 વર્ષની બરબાદી મટાવી દઇશું.

Latest Stories