અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં તોરલ એપાર્ટમેન્ટ માં એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ગાંજા અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાવના મામલામાં પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી માં પશુપતિ મંદિર પાસે આવેલ તોરલ એપાર્ટમેન્ટ,માં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ પાસેથી  52 હજાર 250 રૂપિયાનો  અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો, અને 36 હજાર રૂપિયા નો 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો  તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 93 હજાર 280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતો ફરાર આરોપી મીથીલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીમાં 500 ક્વાટર્સમાં રહેતો  ફરાર આરોપી દિપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો.પોલીસે આ મામલામાં ફરાર આરોપી મીથીલેશને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.