ગુજરાત વિધાનસભામાં મંજુર થયેલાં અશાંતધારાના કાયદાને રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારી દીધી છે. આ કાયદાનો ભંગ કરનારાઓને 3 થી 5 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, હવેથી મિલકતની ગેરકાયદે તબદિલી પર રોક લાગી જશે અને અશાંતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. હવેથી અશાંત ધારાનો ભંગ કરનારને 3-5 વર્ષની જેલ અને એક લાખની દંડની જોગવાઈ કરાઈ છે.
અગાઉ કોંગ્રેસના સમયમાં બિલ પસાર કરાયુ હતું બાદમાં 1991માં પસાર થયુ હતું. અશાંત ધારાનો કેટલાક લોકો છટકબારીનો ગેરલાભ લેતા હતા. પરંતુ મલિન ઇરાદા વાળા કોઈ સમુદાયને હેરાન ન કરી શકે માટે આ વિધેયર પસાર કરવામાં આવ્યું હતું. પહેલા અશાંત ધાકાવાળા વિસ્તારમાં 100 રુપીયાના સ્ટેંમ્પ પર ખરીદ વેચાણ થતુ હતુ સીધા જઈને નોંધણી થતી હતી પરંતુ હવે હવે પહેલા કલેકટર પાસે જવુ ફરજીયાત બની રહેશે. ભરૂચ સહિત રાજયના અનેક શહેરોના અનેક વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલમાં છે.