/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/22130814/maxresdefault-262.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 30મી સુધી જનતા કરફયુનો અમલ કરવામાં આવશે તેમજ બે દિવસ સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે…..
પ્રાંતિજ સહિત તાલુકામાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરસેવકોની અગત્યની બેઠક મળી હતી. જેમાં વેપારી એસોસીએશનના હોદેદારો અને અગ્રગણ્ય નાગરિકો પણ હાજર રહયાં હતાં. જેમાં રવિવાર અને સોમવારના રોજ બજારો સંપુર્ણ પણે બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 30મી તારીખ સુધી રાત્રીના 9 કલાકથી સવારના 6 કલાક સુધી જનતા કરફયુનો અમલ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ દિપક કડીયા એ પણ વેપારીઓને સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.