પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મુંડન કરી મોઢું કાળું કરવામાં આવ્યું હતું, અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી.
હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને એક યુવક જોડે પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170