અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આયોજન
કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ પદભાર સંભાળ્યો
પૂજન વિધિ કરી ચાર્જ સંભાળ્યો
આગેવાનો અને પરિવારજનો રહ્યા ઉપસ્થિત
શહેરના વિકાસને વેગ આપવા કર્યા દાવા
અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ આજરોજ સંભાળ્યો હતો. અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. આ પ્રસંગે કચેરી ખાતે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ વચ્ચે તેમણે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો.
કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, આગેવાનો, નગર સેવકો તેમજ રાહુલ વામજાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પદભાર સંભાળ્યા બાદ રાહુલ વામજાએ જણાવ્યું કે શહેરના વિકાસના અટકેલા અને ચાલુ કાર્યોને વધુ વેગ આપવા માટે પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવશે. તેમણે નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી
