મિઝોરમમાં બુધવારે એક દર્દનાક અકસ્માત થયો. અહીં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડવાને કારણે 17 મજૂરોના મોત થયા છે. ઘટનાસ્થળે અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. જે જગ્યાએ આ ઘટના બની તે રાજધાની આઈઝોલથી લગભગ 21 કિમી દૂર આવેલ છે. સવારે 10 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. ઘટના સમયે તમામ મજૂરો પુલ પર કામ કરી રહ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી કાટમાળમાંથી 17 મૃતદેહો મળી આવ્યા છે. અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે.”