ભાદરવાના પ્રથમ દિવસની ઢળતી સંધ્યાએ વાતાવરણમાં પલટો
એકાએક વાદળોની ફોજ અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
ભારે વરસાદ વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
માર્ગ પર જળ બંબાકારની સ્થિતિના પગલે વાહન વ્યવહારને અસર
સતત વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભરૂચ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ભાદરવા માસના પ્રથમ દિવસની ઢળતી સંધ્યાએ ભરૂચ શહેર તથા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભરૂચ શહેરમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવી હતી, જ્યાં વીજળીના કડાકા-ભડાકા સાથે માહોલ ઘનઘોર બન્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાયા હતા. એકાએક ભારે વરસાદ વરસી પડતા જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું. તો બીજી તરફ, સતત 3 કલાક સુધી વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અનુભવતા લોકોએ આંશિક રાહત અનુભવી હતી.
