ભરૂચ જેલમાં સજા ભોગવી રહ્યો હતો કેદી

આજીવન કેદની સજા ફટકારાય હતી

14 વર્ષનો જેલવાસ ભોગવ્યો

વહેલી જેલ મુક્તિ કરવામાં આવી

સારા આચરણના પગલે વહેલી જેલમુક્તિ

ભરૂચ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદીની વહેલી જેલ મુક્તિ કરવામાં આવી છે. સારા આચરણના પગલે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી રાજુ ભરવાડની સરકારના હુકમથી વહેલી જેલમુક્તિ કરવામાં આવી છે. કેદીએ 14 વર્ષથી વધુ સમયની સજા ભોગવી હતી અને જેલ દરમિયાન તેમનું વર્તન સંતોષકારક રહ્યું હતું.

વહેલી જેલમુક્તિની દરખાસ્ત જેલોના વડા, પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદ મારફતે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે ઇ.ચા. અધિક્ષક એન.પી. રાઠોડે કેદીને સમાજમાં સારા આચરણ સાથે પુનઃસ્થાપિત થઈ જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.