પાવાગઢમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ
ડુંગરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
પગથિયાં પરથી વહેતા પાણીએ સર્જ્યા નયનરમ્ય ઝરણા
વરસાદી માહોલથી યાત્રાધામનો નજારો બન્યો અતિ મનમોહક
પ્રાકૃતિક સુંદરતા સોળે કળાએ ખીલતા શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ
પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ અદ્ભુત અને મનમોહક વરસાદી માહોલ જામ્યો છે. અચાનક શરૂ થયેલા વરસાદને પગલે સમગ્ર ડુંગરનું વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે.
પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ અદ્ભુત અને મનમોહક વરસાદી માહોલ જામ્યો છે. અચાનક શરૂ થયેલા વરસાદને પગલે સમગ્ર ડુંગરનું વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું છે.
વરસાદ વરસતા જ પાવાગઢના પગથિયાં પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો, જે જોતાં જાણે કુદરતી ઝરણાં વહી રહ્યા હોય તેવો મનમોહક નજારો સર્જાયો છે. ચારે તરફ છવાયેલા કાળાડિબાંગ વાદળો અને પહાડો વચ્ચે સરકતી ધુમ્મસની ચાદરે પાવાગઢની પ્રાકૃતિક સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
વરસાદી હેલીના કારણે સમગ્ર ડુંગર પર ઠંડક પ્રસરી ગઈ છે અને માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ પણ આ નયનરમ્ય અને રમણીય દ્રશ્યો જોઈને મંત્રમુગ્ધ બન્યા છે. વરસાદે પાવાગઢ યાત્રાધામનો રૂપ-રંગ બદલી નાખીને કુદરતી સૌંદર્યને સોળે કળાએ ખીલવી દીધું છે.