રાજસ્થાન : જોધપુરના લોટડા ગામેથી એક જ પરિવારના 11 લોકોના મૃતદેહ મળ્યાં

New Update
રાજસ્થાન : જોધપુરના લોટડા ગામેથી એક જ પરિવારના 11 લોકોના મૃતદેહ મળ્યાં

રાજસ્થાનમાં રાજકીય સંકંટ વચ્ચે એક કરૂણાંતિકા સામે આવી છે. જોધપુર નજીક આવેલાં લોટડા ગામેથી એક જ પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. તમામ મૃતકો પાકિસ્તાનથી આવેલાં શરણાર્થીઓ છે. 

જોધપુરના દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારના લોટડા ગામે એક જ પરિવારના 11 લોકોના મોતની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની ટીમે 11 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. તેમજ એક યુવાન સ્થળ પરથી  ઘાયલ હાલતમાં મળી  મળ્યો હતો. તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.. મૃતકોમાં 2 પુરૂષો, 4 મહિલાઓ, 5 બાળકોનો સમાવેશ થવા જાય છે.  ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર મૃતક પરિવાર પાકિસ્તાનના વિસ્થાપિત ભીલ સમુદાયનો છે અને થોડા સમય પહેલા આ બધા લોકો પાકિસ્તાનથી જોધપુર આવ્યા હતા. તેઓ  ગામના ખેતરમાં ટ્યુબવેલ પર કામ કરતા હતા અને નજીકની ઝૂંપડીમાં રહેતા હતા. પ્રથમ દૃષ્ટિએ દરેકના મોત ઝેર ખાવાથી થયા હોવાની વિગતો સપાટી પર આવી છે.

 જોધપુર રૂરલ એસપી સહિત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. 

Latest Stories