રાજકોટ : એઇમ્સ હોસ્પિટલને લઈ મળી મહત્વની બેઠક, જાણો બેઠકમાં શું શું નિર્ણય લેવાયા..!

રાજકોટ : એઇમ્સ હોસ્પિટલને લઈ મળી મહત્વની બેઠક, જાણો બેઠકમાં શું શું નિર્ણય લેવાયા..!
New Update

રાજકોટ એઇમ્સ હોસ્પિટલની મેડિકલ કોલેજનું પ્રથમ સત્ર શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે રાજકોટ કલેકટર કચેરી ખાતે એઇમ્સ હોસ્પિટલને લઈ એક મહત્વની બેઠક મળી હતી. જેમાં બેઠકમાં રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર તેમજ એઇમ્સ હોસ્પિટલના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં હોસ્પિટલ સુધી દર્દીઓ કઈ રીતે સરળતાથી પહોંચી શકે તે માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત એઇમ્સ હોસ્પિટલથી એકદમ નજીક આવેલ ખંડેરી રેલ્વે સ્ટેશનને આગામી દિવસોમાં વિકસાવવામાં આવશે. જેથી રેલ્વેના માધ્યમથી દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચી શકે. તો સાથોસાથ રોડ કનેક્ટિવીટી માટે પણ બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત એઇમ્સ હોસ્પિટલથી હીરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. આગામી સમયમાં હોસ્પિટલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલમાં અંદર સુધી પહોંચવા માટે ઇ-કાર રાખવામાં આવશે. જેથી કરી દર્દીઓ હોસ્પિટલમાં સરળતાથી અંદર સુધી પહોંચી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 21 ડિસેમ્બર 2020ના રોજથી એમ્સ હોસ્પિટલ મેડિકલ કોલેજનું પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 50 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે 1195 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના અંતર્ગત રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. જે નિર્માણકાર્ય 2022 પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે, ત્યારે આગામી સમયમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

#Rajkot #rajkot news #Connect Gujarat News #AIIMS Medical Collage #Rajkor AIIMS
Here are a few more articles:
Read the Next Article