રાજકોટ: દિવ્યાંગ બાળકોએ બનાવેલા 18000 દીવડામાંથી 13000 દીવડાનું થયું વેચાણ

New Update
રાજકોટ:  દિવ્યાંગ બાળકોએ બનાવેલા 18000 દીવડામાંથી 13000 દીવડાનું થયું વેચાણ

જિલ્લા પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓએ રોકડ પુરસ્કાર એનાયત કરાયાં.

રાજકોટ શહેરના અંબાજી કજવા પ્લોટ- ખાતે સંસ્થાના પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન ફોર ચિલ્ડ્રન વીથ સ્પેશિયલ નીડ્સના 40 મનોદિવ્યાંગ બાળકો દ્વારા 90 દિવસમાં 18000 જેટલા કલાત્મક દીવડાઓ બનાવી લોકોને આશ્ચયચકિત કરી મુકયા છે. સંસ્થાના 40 મનોદિવ્યાંગ બાળકો દ્વારા 36 પ્રકારના દીવડાઓ અનેક ઘરોમાં ઉજાસ ફેલાવશે.

મનોદિવ્યાંગ બાળકો દ્વારા કુલે 18 હજાર દિવડાઓ બનાવાયા હતાં તેમાંથી 13 હજાર જેટલા દીવડાનું વેચાણ થઈ શકયું છે. સંસ્થાના સંચાલક પૂજાબેન પટેલે જણાવ્યુ હતું કે અમારી સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને પગભર બનવા માટે કંઈનેકંઈ ક્રિએટિવીટીથી પોતે કમાણી કરી શકે તેના પ્રયત્નો હંમેશા કરી કરતી રહે છે. દરેક બાળકમાં એક સરખી ક્ષમતા હોતી નથી તેમજ સંસ્થાના બાળકો સાથિયા, ડિઝાઈન, જરીવળા દીવડાં, હાર્ટ ડિઝાઈન, ડાયમંડ, તુલસી કયારાની ડિઝાઈન કલરફુલ દીવડાઓ ઉપરાંત હાથે બનાવેલા પેપરવેગ, તોરણ , લટકણ બનાવે છે. રાજકોટ જિલ્લા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમશિનર બંછાનીધિ પાની તેમજ અન્ય અધિકારીઓએ મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી ક્રિએટીવીટીને નિહાળી હતી તેમજ રોકડ પુરસ્કાર પણ એનાયત કરાયા હતાં.