Connect Gujarat
ગુજરાત

રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર સિનિયર ડોક્ટરનું દુષ્કર્મ, થઈ ધરપકડ

રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર સિનિયર ડોક્ટરનું દુષ્કર્મ, થઈ ધરપકડ
X

મુખ્યમંત્રીના શહેરમાં મહિલા તબીબ પર દુષ્કર્મની ગંભીર ઘટનાથી ભારે ચકચાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. ગત તારીખ 30 ઓગસ્ટના રોજ ડોકટર સચિન સિંઘ દ્વારા મહિલા તબીબની એકલતાનો લાભ લઈ દુષ્કર્મઆચરવામાં આવ્યું હતું. જે સંદર્ભે પ્રધ્યુમન નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાયી હતી. પોલીસે દુષ્કર્મ આચરનાર તબીબની અટકાયત કરી લીધી છે.

મુખ્યમંત્રીનાં હોમ ટાઉન રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોકટર સચિન સિંઘે ગત તારીખ 30 ઓગષ્ટે મહિલા ડોકટરને રૂમમાં એકલા જોઈ તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં 2 સપ્ટેમ્બરના રોજ કોલેજના સર્જરી વિભાગના હેડ સમક્ષ પીડિયાએ લેખિતમા ફરિયાદ કરી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા ડોકટર સચિનસિંઘને તરતજ સસ્પેડ્ન કરી દેવામાં આવ્યો હતો. બાદમાં પ્રધ્યુમન નગર પોલીસ મથકે ડોક્ટર સચિન સિંઘ વિરૂધ્ધ ગૂનો નોંધાયો હતો. મહિલા તબીબની શનિવારે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપી ડોકટર સચિન સિંઘની પોલીસે ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આરોપી સચિન સિંઘ મૂળ યુપી ના વારણસીનો હોવાનું સામે આવ્યું છે.

Next Story