રાજકોટ : જેતપુરના ખીરસરા ગામે માતાજીની ગરબીનું સ્થાપન, લોકો શ્રધ્ધાપુર્વક કરે છે અર્ચના

New Update
રાજકોટ : જેતપુરના ખીરસરા ગામે માતાજીની ગરબીનું સ્થાપન, લોકો શ્રધ્ધાપુર્વક કરે છે અર્ચના

સાંપ્રત સમયમાં કોરોના વાયરસના કારણે જાહેરમાં ગરબા નથી યોજાઇ રહયાં પણ માઇ ભકતોની શ્રધ્ધા અને આસ્થા અડીખમ રહી છે. જેતપુર તાલુકાના  ખીરસરા ગામે નવરાત્રી દરમિયાન ગરબીની સ્થાપના કરવામાં આવી છે.

નવરાત્રીના નવ દિવસો દરમિયાન ગરબાની રમઝટ વચ્ચે લોકો માતાજીની ભકિત કરતાં હોય છે પણ આ વખતે નવરાત્રીના પર્વને કોરોના વાયરસનું ગ્રહણ નડી ગયું છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સરકારે માતાજીની આરતી કરવાની છુટછાટ આપી છે. જેતપુર નજીક આવેલાં ખીરસરા ગામે જય અંબે ગરબી મંડળે ગરબીની સ્થાપના કરવાની પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે. સોશીયલ ડીસ્ટન્સ તથા માસ્ક પહેરીને શ્રધ્ધાળુઓ માતાજીની આરાધના કરી રહયાં છે

Latest Stories