રાજકોટ : યુવતીની નિર્મમ હત્યાના વિરોધમાં જેતલસરના ગામલોકોએ પાળ્યું સજજડ બંધ

New Update
રાજકોટ : યુવતીની નિર્મમ હત્યાના વિરોધમાં જેતલસરના ગામલોકોએ પાળ્યું સજજડ બંધ

રાજયમાં ગુંડા એકટ અમલમાં હોવા છતાં અસામાજીક તત્વો અને છેલબટાઉ યુવાનો બેફામ બની ગયાં છે. રાજકોટ જિલ્લાના જેતલસર ગામમાં યુવતીની છરીના 32 ઘા મારી હત્યા કરી નાંખવામાં આવતાં ગામલોકોમાં ઉકળતો ચરૂ છે. અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગામમાં સજજડ બંધ પાડવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાનાજેતપુર તાલુકાના જેતલસર ગામે ગઈકાલે 17 વર્ષ સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની યુવતી પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. સૃષ્ટિને છરીના 32 જેટલા ઘા ઝીંકી દેવામાં આવતાં તે લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડી હતી. પોતાની બહેનને બચાવવા માટે દોડી આવેલાં ભાઇને પણ છરીના ઘા મારવામાં આવતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. સૃષ્ટિ રૈયાણીની હત્યા બાદ લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. અસામાજીક તત્વો બેફામ બન્યાં હોવા છતાં પોલીસ કાર્યવાહી કરતી ન હોવાનો લોકો આક્ષેપ કરી રહયો છે. આરોપીની ઝડપથી ધરપકડ કરવાની માંગ સાથે જેતલસરના લોકોએ સજજડ બંધ પાડયો હતો. જયાં સુધી આરોપીની ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

Latest Stories