/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/26145142/maxresdefault-322.jpg)
રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભા અને CITU દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લવાએલા કિશાન અને મજદૂર વિરોધી કાયદાનો વિરોધ કરાતા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ કિસાન બિલના નામે ત્રણ કાયદાઓ પસાર કરાયા છે. જેના વિરોધમાં ભારતભરમાં વિવિધ 250 જેટલા કિસાન સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા અને સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન (CITU) દ્વારા શાહરેના બાવલા ચોકથી બસ સ્ટેન્ડ ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી. જેમાં કિસાન વિરોધી કાયદા પરત ખેંચોના સૂત્રોચ્ચાર સાથે તમામ કાર્યકરો રસ્તે ઉતારી આવ્યા હતા, ત્યારે રસ્તા પર બેસીને ભારે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતાં પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે કેટલાક કાર્યકરો રસ્તા વચ્ચે સુઈ જતા તેઓની ટીંગાટોળી કરીને પોલીસવાન પુરતા પોલીસે જ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.