/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/50022de5-a148-4476-98c4-fe8fb6042030.jpg)
રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં ડેન્ગ્યૂ મચ્છરના પોર મળી આવ્યા હતાં. આ પોર સરકારી કચેરીમાં જ મળવાથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરની સરકારી કચેરી તેમજ શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે. છતાં શહેરની સરકારી કચેરીઓમાં જ ડેન્ગ્યૂના મચ્છરના પોર મળી આવાતા આરોગ્ય વિભાગ ઊંઘતુ ઝડપાયું હતું. સરકારી કચેરીઓમાં જયાં નિયમિત સાફ સફાઈ થતી હોવા છતાં મચ્છરના પોર મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરકારી જુદી જુદી કચેરીઓમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજકોટની જુની કલેકટર ઓફિસ, જિલ્લા પંચાયત, એજી કચેરી સહિતની જગ્યાઓ પર મચ્છરના પોરા મળી આવ્યા હતાં. આ પોરા પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવા તથા પાઉડરનો છંટકાવ કરી ડેન્ગ્યૂ જેવા રોગને વકરતો અટકાવવાની કાર્યવાહી હાથ ધરી છે.