/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/03133931/maxresdefault-22.jpg)
જેતપુર તાલુકાનાં ખિરસરા ગામનાં ખેડૂત સંપુર્ણ ઓર્ગેનિક ખેતી કરી પુષ્કળ પાક મેળવે છે, અને અન્ય ખેડુતો ને પણ ઓછી મહેનતે મબલખ પાક મેળવવા માટે પ્રેરણા આપી રહયાં છે.
ભારત એક ખેતી પ્રધાન દેશ છે, જેમા ખેડુતો નું આગવું મહત્વ છે એટલે જ આપણે ખેડૂતોને અન્નદાતા નું બિરુદ આપ્યું છે, જેતપુર તાલુકાના ખિરસરા ગામના ધરતીપુત્ર મુકેશભાઈ કથિરયા કે જેઓ માત્ર ઓર્ગેનિક ખેતી કરી મબલખ પાક મેળવે છે. મુકેશભાઈએ કૃષિ મેળામાંથી પ્રેરિત થઈ પોતે ઓર્ગેનિક ખેતી કરવાનું વિચાર્યું અને પછી તેંમણે ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું અને તેઓ તેમાં ખૂબ સફળ થયાં છે. તેઓ છેલ્લાં 5 વર્ષ થી ઓર્ગેનિક ખેતી કરે છે.
આ સમય દરમિયાન તેમણે હળદર, તુવેર, ચણા, મગફળી, ઘઉં જેવા પાકો ની ઓર્ગેનિક ખેતી કરી છે, તેમણે છેલ્લાં 5 વર્ષ મા રાસાયણિક દવા નો છંટકાવ કાર્યો જ નથી માત્ર ગાય ના છાણમાંથી ખાતર બનાવી તેનો જ ઉપયોગ કર્યો છે જેથી ખર્ચ પણ ઓછો થાય છે જેથી ખેડૂત માટે આ ખેતી ઓછી ખર્ચાળ છે.