/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/16230113/maxresdefault-107-123.jpg)
રાજકોટ જિલ્લાના જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોક વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતાં પ્રેમિકાના મામાને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધાં હતાં.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર જેતપુર ના સામ કાંઠા વિસ્તાર માં બહાદુરસિંહ નાગભાઇ વાંક અને તેના ભાઈ દિલુ વાંક અને દડુભાઇ વાંક તેના પરિવાર સાથે રહે છે અને તેની સાથે તેની રિસામણે આવેલ બહેન હકુબેન તથા તેની 19 વર્ષ ની દીકરી જાનકી પણ સાથે જ રહેતા હતા, જાનકીએ ફરિયાદી અને મરણ જનાર દિલુ નાગભાઇ વાંક ની ભાણકી થતી હતી, જાનકી ને આજ વિસ્તારમાં રહેતા ઉદય ભાણકુ શેખવા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને તેની જાણ જાનકીના મામા બહાદુરસિંહ અને દિલુ વાંકને થઇ હતી. બંને મામાઓએ ભેગા મળી ઉદય શેખવા ની સમજવા નો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉદય નહિ સમજ્યો ના હતો, અને ઉદયે કહ્યું હતું કે જાનકી ને હું મારી પત્ની બાનવીશ , જેને લઈ ને સમગ્ર માથાકૂટ થઇ હતી.
બીજી તરફ જાનકીની માતા અને પિતા વચ્ચે સમાધાન થઇ જતાં તેઓ ઢાંક ગામે રહેવા ચાલ્યાં ગયા હતાં. આ બાબતની રીસ રાખી જાનકીના મામા દડુભાઇ અને દિલુભાઈ વાંક ચામુંડા ચોક માં બેઠા હતા ત્યારે ઉદય ભાણકુ શેખવા, તેનો ભાઈ દિલુ ભાણકુ શેખવા અન્ય બે અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યા અને બેઝબોલ ના ધોકા લોખંડ ના પાઇપ જાનકી ના મામા દડુ ભાઈ વાંક અને દિલુભાઈ વાંક ઉપર તૂટી પડ્યા હતા જેમાં દિલુ વાંક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનું હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત થયું હતું ,જયારે તેના ભાઈ દાદુભાઈ વાંક હોસ્પિટલ માં સારવાર માં છે જેતપુર પોલીસે તાત્કાલિક રૂપે જાનકી ના પ્રેમી ઉદય ભાણકુ શેખવા, ઉદય ના ભાઈ દિલુ ભાણકુ શેખવા અને તેના અન્ય બે સાગરીતોને પકડી પડ્યા છે અને કાયદેસર ની કર્યવાહી શરૂ કરી છે