Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ભારે વરસાદની અગાહીને પગલે ૧ NDRF અને ૨ SDRF ની ટિમ તૈનાત કરવામાં આવી

રાજકોટ : ભારે વરસાદની અગાહીને પગલે ૧ NDRF અને ૨ SDRF ની ટિમ તૈનાત કરવામાં આવી
X

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 3 દિવસ એટલે કે 9 , 10 અને 11 ઓગષ્ટ ના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે.. ભારે વરસાદની આગાહી પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે જ્યાં જિલ્લા કલેકટર દ્વારા તમામ તાલુકા લેવલે મામલતદાર , પ્રાંતધિકારી સહિત તમામ ની રજા રદ કરી અને હેડ કવાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં ભારે વરસાદને પગલે એક NDRF અને બે SDRF ની ટિમ તૈનાત રાખવામાં આવી છે જે પૈકી એક SDRF ની ટિમ ગોંડલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જ્યારે અન્ય એક ટિમ રાજકોટ SRP કેમ્પ ખાતે અને NDRF ની ટિમ રાજકોટ ERC સેન્ટર ખાતે રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મનપા ની ફાયર ટિમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટિમ પણ એલર્ટ રાખવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે , ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા પર 125 mm થી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે જે એક સારા સમાચાર છે.

ક્યાં પડ્યો કેટલો વરસાદ

  • રાજકોટ શહેર 629 mm
  • રાજકોટ તાલુકા 310 mm
  • જસદણ તાલુકા 207 mm
  • વીંછીયા તાલુકા 165 mm
  • જામકંડોરણા તાલુકા 193 mm
  • ધોરાજી તાલુકા 338 mm
  • ઉપલેટા તાલુકા 216 mm
  • ગોંડલ તાલુકા 291 mm
  • જેતપુર તાલુકા 187 mm
  • પડધરી તાલુકા 301 mm
  • કોટડાસાંગાણી તાલુકા 321 mm

Next Story