/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/19143014/5c17b251-5008-4ba3-b465-5e2be95158e2.jpg)
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળા નં. ૧ના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીનીઓ શાળામાં બે ચોટલી વાળીને નહીં આવતા પ્રિન્સિપાલે તેઓના વાળ કાપી નાખ્યા હતા, જે મામલે વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળા નં. ૧ના પ્રિન્સિપાલે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીનીઓ શાળામાં બે ચોટલી વાળીને નહીં આવતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખવાનું અશોભનીય કાર્ય કર્યું હતું. જે મામલે વાલીઓ સહિત વિદ્યાર્થીનીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત સાથે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા શાળા નં. ૧ના પ્રિન્સિપાલને પણ બોલાવવામાં આવ્યા હતા. ખુદ શિક્ષણ સમિતિના અધિકારીની સામે પ્રિન્સિપાલે પોતે વિદ્યાર્થિનીઓના વાળ કાપવાનું કબૂલ્યું હતું. તો સાથે જ પોતાના બચાવમાં કહ્યું હતું કે, શાળામાં બે ચોટી વાળીને આવવાનું ફરજિયાત છે, ત્યારે શિસ્તભંગના કારણે વિદ્યાર્થિનીઓના વાળ કાપ્યા હતા. આ સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણ સમિતિના સાશણાધિકારી સંજય ડોડીયાએ સ્વીકાર્યું હતું કે, પ્રિન્સિપાલની ભૂલ છે, જેના કારણે તેમના પાસે લેખિતમાં માફી પણ મંગાવવામાં આવી છે.