રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરના 20 જેટલા શહેરોમાં રાત્રિ કરફ્યુની અમલવારી ચાલી રહી છે. તો બીજી તરફ રાજકોટમાં રાત્રિ કરફ્યુ દરમ્યાન એક યુવતીએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ઓફીસ નજીક જ પોતાનો ડાન્સીંગ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, ગણતરીના કલાકોમાં વિડીયો પોતાનો હોવાનો દાવો કરતી યુવતીએ વિડીયોને ડિલીટ કરવાની પણ ફરજ પડી હોય તેવું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ શહેરમાં વધુ એક વખત રાત્રિ કરફ્યુનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાજકોટ શહેરના હાર્દસમા ગણાતા મહિલા કોલેજ અંડર બ્રિજ પાસેના સર્વિસ રોડ પર એક યુવતીએ પોતાનો ડાન્સીંગ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો યુવતીએ પોતાના insta એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જોકે બાદમાં પોલીસના ડરે વિડીયો ડિલીટ કર્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ આ વિડીયો જ્યારે વાયરલ થયો, ત્યારે insta એકાઉન્ટમાંથી એક બાદ એક કોમેન્ટ કરી યુવતી દ્વારા પોતાનો બચાવ અને પોતાનો પક્ષ રાખવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા.
જોકે, આ યુવતીએ પોતાનું insta એકાઉન્ટમાં ઇ-મેઇલ આઇડી પિહુ રાઠોડના નામથી શેર કર્યું છે. આ Insta એકાઉન્ટમાં યુવતી પોતાને પ્રોફેશનલ એંકર, મોડેલ, એક્ટ્રેસ, ડબિંગ આર્ટિસ્ટ હોવાનું જણાવી રહી છે. યુવતીના insta એકાઉન્ટમાં ગણતરીના કલાકો પહેલા જ ડો. યાજ્ઞિક રોડનો પણ એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. જોકે યુવતીએ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી પોતાનો બચાવ કરતા કહ્યું છે કે, " હું કોઈ પૈસાવાળાની દીકરી નથી, માંડ માંડ કરી લાઇફ જીવું છું, એક જ છું કમાવાવાડી ખુદ એમાં પણ આ 2 વર્ષથી અમારા જેવા ઇવેન્ટવાળા પાસે તો કંઈ જ કામ નથી, ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે રાત્રિ કરફ્યુ દરમ્યાન વિડીયો બનાવનાર યુવતીને ક્યારે ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરે છે તે જોવુ અતી મહત્વનું બની રહેશે.