જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું નિધન: તેઓ ભારત સરકારે જાહેર કરેલા છેલ્લા રાજવી હતા

મહિપાલ વાળા સાહેબ ભારત સરકારે જાહેર કરેલા જેતપુરના છેલ્લા રાજવી હતા. જેતપુર સ્ટેટના ચાપરાજ વાળાના વંશજ હતા મહારાજા મહિપાલ વાળા

જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું નિધન: તેઓ ભારત સરકારે જાહેર કરેલા છેલ્લા રાજવી હતા
New Update

રાજકોટના જેતપુરના છેલ્લા રાજવી સાહેબના દુઃખદ અવસાનના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું નિધન થયું છે. તેમના નિધનથી રાજવી પરિવાર સહિત જેતપુરમાં શોકની લાગણી ફરી વળી છે. આજે બપોરે 4 વાગ્યે ધારેશ્વર દરબારગઢ ખાતેથી રાજવી મહિપાલ વાળાની અંતિમયાત્રા નીકળશે. જેતપુરના (પીઠડીયા) છેલ્લા રાજવી મહિપાલ વાળા સાહેબનું આજે સવારે 74 વર્ષની વયે નિધન થયું છે, આજે સવારે તબિયત નાદુરસ્ત થયા બાદ રાજવી મહિપાલ વાળાનું નિધન થયું છે.

તેમના નિધનના સમાચારથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. ધારેશ્વર સ્થિત દરબારગઢ ખાતે મહારાજા સાહેબના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે, આજે બપોરના 4 કલાકે તેઓની અંતિમયાત્રા નીકળશે. આપને જણાવી દઈએ કે, મહિપાલ વાળા સાહેબ ભારત સરકારે જાહેર કરેલા જેતપુરના છેલ્લા રાજવી હતા. જેતપુર સ્ટેટના ચાપરાજ વાળાના વંશજ મહારાજા મહિપાલ વાળા સાહેબના નિધનથી જેતપુરમાં શોક ફેલાયો છે. 

#મહિપાલ વાળા સાહેબ #Mahipal Wala Saheb Passed Away #Last Rajvi #રાજવી મહિપાલ વાળા #Jetpur Rajvi #Jetpur News #ચાપરાજ વાળા #Jetpur State
Here are a few more articles:
Read the Next Article