ગણેશ વિસર્જન કરવા ગયેલા મામા ભાણેજનું રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં મોત, ઘટનાનો LIVE વીડિયો

ગણેશ વિસર્જન કરવા ગયેલા મામા ભાણેજનું રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં મોત, ઘટનાનો LIVE વીડિયો
New Update

રાજકોટમાં આજી ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.ગણેશ વિસર્જન કરતા સમયે ડૂબી જવાથી મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતા. ત્યા દુર્ઘટના ઘટી હતી. મામા રામભાઇની ઉંમર ૩૩ વર્ષ હતા જ્યારે હર્ષ નામના તેમના ભાણેજની ઉંમર ૧૯ વર્ષ હતી. એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.

બંને યુવાનો ડૂબતા હોય તેવા લાઇવ વિડિયો આવ્યા સામે આવ્યો છે. યુવકોના પરિવારજનો બહાર ઊભા છે અને યુવાનો ડૂબી રહ્યા છે. મામા કેતન ઉર્ફે રામભાઈને બેટરીની દુકાન છે અને ભાણેજ અભ્યાસ કરતો હતો.. બંને યુવાનો પરિવારની નજર સામે ડૂબતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. સમગ્ર બનાવ લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક શર્ટ વાળો યુવાનને તરતા આવડતું હોવાથી તે બચી જાય છે અને આ બંને યુવાનો ડૂબી જાય છે.

#India #ConnectGujarat #LIVE Video #Ganesh #Aji Dam
Here are a few more articles:
Read the Next Article