રિવાબા અને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસે સમાજની 101 દીકરીનાં પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં છે અને ખાતાદીઠ રૂપિયા 11 હજારની ડિપોઝિટ કરી છે. આ સિવાય જે દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે એમનાં અને તેનાં માતા-પિતા માટે ફનફેરનું આયોજન પણ કર્યું હતું.સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેમણે દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, દીકરીનો જન્મદિવસ યાદગાર બની રહે એ માટે આ પ્રકારે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રૂપિયા 11 હજારની રકમ સાથે 101 દીકરીનાં ખાતાં ખૂલ્યાં હોય. ગત વર્ષે પણ નિધ્યાનાબાના જન્મદિવસ નિમિત્તે 11 હજારની ડિપોઝિટ દીકરીઓના નામે મૂકી હતી. જ્યારે આ વખતે લાંબા સમય સુધી દીકરી અને તેના પરિવારને યોજનાનો લાભ મળી રહે એ માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં હતાં.આ પહેલાં પણ રિવાબાએ દીકરીઓને સોનાના ખડગ બનાવી ભેટમાં આપ્યાં હતાં. રિવાબા સામાજિક સેવા સાથે સંકળાયેલાં હોવાથી તેઓ પોતાના પરિવારના દરેક પ્રસંગની ઉજવણી સામાજિક કાર્ય-સેવા કરીને ઉજવે છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170