ગરમીમાં ખાસ કરીને ટામેટાં જેવી શાકભાજી જલ્દીથી બગડી જતી હોય છે ટમેટાનો ઉપયોગ લગભગ બધા જ ઘરમાં રોજબરોજ થતો જ હોય છે. આ માટે ટમેટાને ફેશ રાખવા ખૂબ જ જરૂરી છે. આ ટિપ્સને અજમાવશો તો તમે પણ ટમેટાને તાજા રાખી શકશો.
ફ્રીજમાં ટામેટાં સ્ટોર કરો
ગરમીની સિઝનમાં ટામેટાં જલ્દીથી બગડી જતાં હોય છે તેથી બજાર માંથી ટામેટાં ખરીદીને ઘરે લાવ્યા બાદ સૌ પ્રથમ તો ટામેટાં સારા પાણીથી બરાબર ધોઈ નાખો પછી તેને ફ્રીજમાં મૂકો દો. ગરમીમાં ટમેટાને બને ત્યાં સુધી બહાર રાખવા નહીં.
કડક ટામેટાં ખરીદો
તમે જયારે પણ ટામેટાં લો ત્યારે ખાસ કરીને કડક ટામેટાં લેવાનો આગ્રહ રાખો. પોચા ટામેટાં ગરમીમાં જલ્દી બગડી જાય છે. આ માટે ક્યારેય પણ પોચા ટામેટાં લેશો નહીં. પોચા ટમેટામાં ઘણી વાર અંદરથી પાણી પણ નીકળતું હોય છે. અને ખાસ કરીને ડેસી ટામેટાં લેવાનો આગ્રહ રાખો. દેશી ટમેટા જલ્દીથી બગાડતાં નથી અને લાંબો સમય સુધી ફ્રેશ રહે છે.
ટમેટાને ખુલ્લા વાસણમાં ફ્રીજમાં મૂકો
વાત કરવામાં આવે તો સામાન્ય રીતે લોકો ટમેટાને ફ્રિજની અંદર સ્ટોર કરે છે ત્યારે તેને પ્લાસ્ટિકની થેલિની અંદર પેક કરીને મૂકે છે અને તમે પણ આવું કરો છો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. હમેશા ટામેટાં ને ખુલ્લા વાસણની અંદર રાખીને જ ફ્રીજમાં મૂકવા જોઈએ, આવું કરવાથી ટમેટા જલ્દીથી બગાડતાં નથી.
ફ્રિજ વગર ટામેટાં સ્ટોર કરવાની રીત
ઘણા બધા લોકોના ઘરે ફ્રિજ હોતું નથી આથી ટામેટાં જલ્દીથી બગડી જતાં હોય છે. તો તમે સૌથી પહેલા ટમેટાને પાણીથી ધોઈ લો પછી તેને કપડાથી કોરા કરી લો. હવે ટમેટાને એક મોટા વાસણમાં મૂકીને ઉપરથી કાણાં વાળું ઢાંકણું ઢાંકી દો. આમ કરવાથી ટામેટાં લાંબો સમય સુધી ફ્રેશ રહેશે.