Connect Gujarat
વાનગીઓ 

અખરોટ ખાવામાં ઉપયોગની સાથે સાથે લાકડાના સ્ક્રેચીસ દૂર કરવામાં પણ કરશે મદદ, સેકન્ડો માં દૂર થશે સ્ક્રેચીસ...

લાકડના ફર્નિચર પર પડેલા સ્ક્રેચને દૂર કરવા માટે અખરોટ સૌથી બેસ્ટ ઉપાય છે. અખરોટની મદદથી તમે સરળતાથી સ્ક્રેચને દૂર કરી શકો છો.

અખરોટ ખાવામાં ઉપયોગની  સાથે સાથે લાકડાના સ્ક્રેચીસ દૂર કરવામાં પણ કરશે મદદ, સેકન્ડો માં દૂર થશે સ્ક્રેચીસ...
X

સામાન્ય રીતે મોટા ભાગના ઘરે લાકડાનું ફર્નિચર હોય છે. વુડન ફર્નિચર ઘરમાં મસ્ત લાગે છે, પરંતુ આ ફર્નિચરની દેખરેખ રાખવી પણ ખૂબ જરૂરી છે. વુડન ફર્નિચરની વાત કરવામાં આવે તો એમાં સ્ક્રેચ જલદી પડી જાય છે. વુડન પર પડેલા સ્ક્રેચ દેખાવમાં ખરાબ લાગે છે. આમ, તમે વુડન ફર્નિચરના સ્ક્રેચ દૂર કરતા નથી તો એ વધારે પડી જાય છે અને મોંઘુ ફર્નિચર સાવ ખરાબ થઇ જાય છે. પરંતુ આજે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી વુડન પરના સ્ક્રેચ દૂર કરી શકો છો. તો જાણો આ ઉપાયો વિશે...

લાકડના ફર્નિચર પર પડેલા સ્ક્રેચને દૂર કરવા માટે અખરોટ સૌથી બેસ્ટ ઉપાય છે. અખરોટની મદદથી તમે સરળતાથી સ્ક્રેચને દૂર કરી શકો છો. આ માટે અખરોટનો એક નાનો ટુકડો અને મુલાયમ કપડાની જરૂર પડશે, પરંતુ સ્ક્રેચ મોટો છે અને ઊંડો છે તો આ ઉપાયથી દૂર થશે નહીં.

આ રીતે વુડન ફર્નિચરના ડાઘ દૂર કરો:-

વુડન ફર્નિચર પર લાગેલા સ્ક્રેચને દૂર કરવા માટે અખરોટનો એક નાનો ટુકડો લો. પછી સ્ક્રેચ વાળી જગ્યા પર ધીરે-ધીરે ઘસો અને દૂર કરો. ત્યારબાદ ફર્નિચર પર લાગેલા સ્ક્રેચના નિશાનને ધીરે-ધીરે દૂર કરી દો. આમ કરવાથી સ્ક્રેચ દૂર થઇ જશે. આ બધી પ્રોસેસ કર્યા પછી પણ સ્ક્રેચ જોવા મળી રહ્યા છે તો તમે આ પ્રોસેસ ફરીથી કરો. આમ કરવાથી સ્ક્રેચ ફટાફટ દૂર થઇ જશે.

નાના સ્ક્રેચ પર આ હેક કામ કરશે:-

ફર્નિચર પર નાના સ્ક્રેચને દૂર કરવા માટે અખરોટનો આ ઉપાય કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે વજન વધારે આપીને ઘસવાના નથી. હળવા હાથે તમારે સ્ક્રેચ દૂર કરવાના રહેશે. નાના ડાઘ આ ઉપાયથી સરળતાથી દૂર થઇ જશે, પરંતુ મોટા સ્ક્રેચ છે તો આ ઉપાય કામમાં આવશે. એક અખરોટનો આ રીતે ઉપયોગ કરીને તમે સરળતાથી સ્ક્રેચ દૂર કરીને લાકડાના ફર્નિચરને નવાની જેમ ચમકાવશો.

Next Story