Connect Gujarat
વાનગીઓ 

પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે તુવેરદાળ, બનાવો પરંપરાગત વાનગી દાળ ઢોકળી અને માણો સ્વાદ

પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે તુવેરદાળ, બનાવો પરંપરાગત વાનગી દાળ ઢોકળી અને માણો સ્વાદ
X

પ્રોટીનથી ભરપૂર તુવેરદાળ ગુજરાતમાં ઘણી જાણીતી છે. અનેક ઘરની રસોઈમાં આ દાળનો ઉપયોગ થતો હોય છે. તુવેરની દાળમાથી દાળ ઢોકળી અને પુરણ પૂરી પણ બને છે. તો તમારા ભોજનની મજા વધારવા માટે આજે અમે લઈને આવી ગયા છીએ દાળ ઢોકળી.. તો જાણો તેની રેસેપી

દાળ ઢોકળી બનાવવા માટેની સામગ્રી

1 વાટકી તુવેર દાળ

100 ગ્રામ ગોળ

5 થી 6 કોકમ

1 વાટકી ઘઉનો લોટ

અડધી ચમચી હળદર

અડધી ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી શિંગદાણા

4 ચમચી તેલ

વઘાર માટે 2 થી 3 તજ અને લવિંગ

અડધી ચમચી રાય

હિંગ અને મીઠું સ્વાદ અનુસાર

દાળ ઢોકળી બનાવવાની રીત

સૌ પ્રથમ તુવેરની દાળને બાફી તેમાં બ્લેનડર મારી બરાબર મિક્સ કરી એકરસ કરી લો. તેમાં 6 કપ ગરમ પાણી નાખવું. હવે ગોળ, કોકમ, હળદર, મીઠું, ચટણી, અને શીંગદાણા નાખી ઉકળવા દો. વઘાર માટે 2 ચમચા તેલ મૂકી તેમાં તજ, લવિંગ, રાય અને હિંગ નાખી વઘાર થાય એટલે દાળમાં નાખવો. એક વાટકી લોટમાં હળદર, મીઠું, લાલ મરચું નાખી થેપલા જેવો લોટ બાંધવો. તેના એક સરખા લૂઆ કરી તેને રોટલીની જેમ વળી ચકા વડે નાના નાના ટુકડા કરી દાળમાં નાખવા. ઢોકળી નાખ્યા બાદ 10 મિનિટ માટે દાળને ઉકળવા દેવી. પીસર્ટી વખતે તેમાં ઘી અને કોથમીર નાખવી. તો તૈયાર છે ગરમા ગરમ દાળ ઢોકળી

Next Story