Connect Gujarat
વાનગીઓ 

આ બરફી ખાઈને બાળકો થઈ જશે ખુશખુશાલ, તો નોંધી લો ચોકલેટ બરફી બનાવવાની રેસેપી....

બાળકોને ખુશ કરવા માટે તમે ઘરે ચોકલેટ બરફી બનાવીને બાળકોને ખુશ કરી શકો છો

આ બરફી ખાઈને બાળકો થઈ જશે ખુશખુશાલ, તો નોંધી લો ચોકલેટ બરફી બનાવવાની રેસેપી....
X

ચોકલેટ બાળકોની ખૂબ જ પ્રિય વસ્તુ છે. બાળકો કઈક મીઠું ખાવા ઈચ્છે ત્યારે તેને સૌથી પહેલા ચોકલેટ જ યાદ આવે છે. જો તમે બાળકોને પૂછશો કે તમને કઈ મીઠાઇ સૌથી વધુ ભાવે છે તો તેઓ કહેશે ચોકલેટ, જો કે માતા પિતા હંમેશા ધ્યાન રાખે છે કે બાળકોને વધુ ચોકલેટ ના દઈએ. કારણ કે વધુ ચોકલેટ બાળકો માટે હાનિકારક છે. બાળકોને ખુશ કરવા માટે તમે ઘરે ચોકલેટ બરફી બનાવીને બાળકોને ખુશ કરી શકો છો. આ એક ટુ ઇન વન વાનગી છે જેના દ્વ્રારા બાળકો બરફી પણ ખાશે અને ચોકલેટ પણ ખાશે.

ચોકલેટ બરફી બનાવવાની સામગ્રી

· 2 કપ માવ

· 3 ચમચી ખાંડ

· 1 ચમચી ગુલાબ જળ

· 1 ચમચી એલચી પાવડર

· 2 ચમચી કોકો પાવડર

· 2 ચમચી સમારેલી બદામ

ચોકલેટ બરફી અબનાવવાની રીત

· ચોકલેટ બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં માવો નાખીને તેને 5 થી 10 મિનિટ સુધી શેકો.

· હવે આ માવામાં ખાંડ, એલચી પાવડર અને ગુલાબજળ ઉમેરો.

· 5 થી 6 મિનિટ સુધી તેને હલાવતા રહો અને ફ્રાઈ કરો.

· જ્યારે માવો બરફી બનાવવા પૂરતો ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.

· હવે થાળીમાં ઘી લગાવો અને અડધો માવો સરખી રીતે ફેલાવો.

· બાકીના અડધા માવામાં કોકો પાવડર ઉમેરો અને મીકસ કરો. હવે આ તૈયાર કરેલા મિશ્રણને પ્લેટમાં કાઢી લો.

· હવે તૈયાર કરેલું કોકોનું મિશ્રણસફેદ માવા સાથે પ્લેટમાં નાખીને ફેલાવો.

· હવે તેના પર જીણી સમારેલી બદામ મૂકો અને તેને તમારા હાથથી હળવા હાથે દબાવીને બરફી સેટ કરો.

· પ્લેટને 2 કલાક માટે ફ્રીજમાં રાખો. તેનાથી તે સારી રીતે સેટ થઈ જશે.

· હવે બરફીના ટુકડાને મનપસંદ આકારમાં કાપી લો. બધા ટુકડાઓ કાઢીને બીજા વાસણમાં કાઢો.

· તો તૈયાર છે ચોકલેટ બરફી. તમે તેને ફ્રીજમાં રાખી શકો છો. અને તેને 10 દિવસ સુધી ખાઈ શકો છો.

Next Story