સાંજ પડતાં જ કઈક મસાલેદાર ખાવાની ઈચ્છા થાય, તો ઘરે એકદમ ટેસ્ટી ચીલી ગાર્લિક પોટેટો બનાવો...

New Update
સાંજ પડતાં જ કઈક મસાલેદાર ખાવાની ઈચ્છા થાય, તો ઘરે એકદમ ટેસ્ટી ચીલી ગાર્લિક પોટેટો બનાવો...

વરસાદની ઋતુમાં મસાલેદાર નાસ્તો ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. દરરોજ સાંજે પડતાં દરેકને કઈક મસાલેદાર ખાવાનું મન થાય, પછી પગલાં આપોઆપ રસોડા તરફ જવા લાગે. હવે પાસ્તા, નુડલ્સ, ચીલી પોટેટો સિવાય તમે કયારેય કોરિયન ચીલી ગાર્લિક પોટેટો ખાધા છે. આ એક નવી રેસેપી છે અને તાજેતરમાં લોકોની લોકપ્રિય બની છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત

ચીલી ગાર્લિક પોટેટો બનાવવાની સામગ્રી

400 ગ્રામ બટેટા

1.5 કપ મકાઈનો લોટ

150 મિલી પાણી

1 ચમચી લસણ

1 ચમચી મરચું પાવડર

1 ચમચી ખાંડ

1 ચમચી સોયા સોસ

2 ચમચી લીલી ડુંગળી- સમારેલી

3 ચમચી તેલ

1 ચમચી તલ

મીઠું સ્વાદ અનુસાર

ચીલી ગાર્લિક પોટેટો બનાવવાની રીત

· બટેકાને છોલીને મોટા કપમાં કાપી લો. આ પછી એક કઢાઈમાં પાણી ગરમ કરો. તેમાં બટેટા નાખીને થોડી વાર ચડવા દો. બટાકાને સંપૂર્ણ પણે રાંધશો નહીં. જ્યારે તે 80 % પાકિજાય ત્યારે તેને બહાર કાઢી લો.

· હવે બટાકાને એક બાઉલમાં મોટી ચારણીમાં મૂકો. અને હવે તેને ચંચા વડે મેષ કરો અને તેને બાઉલમાં સ્થાનાંતરિત કરો.

· ત્યાર બાદ તેમાં મકાઈનો લોટ અને થોડું ઉમેરીને બરાબર મસળી લો. આ પછી નાના નાના બોલ બનાવીને પ્લેટમાં રાખો.

· બોલ્સ પર કોઈ પણ બોટલનું ઢાંકણ નુકીને હળવા હાથે દબાવો. આ રીતે બટેટા મશરૂમ જેવા થઈ જવા જોઈએ.

· હવે એક બાઉલમાં પાણી ગરમ કરો. અને તેમાં આ બોલ્સ મૂકો, અને તેને 2 થી 3 મિનિટ સુધી પકવો. આ પછી બોલ્સને બહાર કાઢો અને ઠંડા થવા દો.

· હવે એક પેન ગરમ કરો અને તેમાં થોડું તેલ નાખો. તેમાં બારીક સમારેલું લસણ ઉમેરી સારી રીતે સાંતળો, પછી તેમાં મસાલો ઉમેરીને સારી ચટણી તૈયાર કરો.

· આ ચટણીમાં બટેટાની બાઇટ નાખો અને 1 મિનિટ સુધી હલાવતા. જેથી ચટણી બટેકા સાથે સરખી રીતે મિક્સ થઈ જાય, તો તૈયાર છે તમારું ચીલી ગાર્લિક પોટેટો. હવે તેના પર થોડા તલ છાંટીને સર્વ કરો.

Latest Stories