Connect Gujarat
વાનગીઓ 

ઢોકળા માત્ર ચણાના લોટમાંથી જ નહીં પણ સોજીના પણ બનાવી શકાય છે, જાણો તેને બનાવવાની સરળ રેસિપી.

ઢોકળા નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે, ઢોકળા જેટલા ટેસ્ટી છે તેટલ જ હેલ્ધી પણ છે.

ઢોકળા માત્ર ચણાના લોટમાંથી જ નહીં પણ સોજીના પણ બનાવી શકાય છે, જાણો તેને બનાવવાની સરળ રેસિપી.
X

ઢોકળા નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે, ઢોકળા જેટલા ટેસ્ટી છે તેટલ જ હેલ્ધી પણ છે.સામાન્ય રીતે તે ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, અને બહારથી પણ ઘણી વાર તૈયાર ખીરું લઈને બનાવતા હોઈએ છીએ, પરંતુ જો તમે ઇચ્છો તો તેને રવા એટલે કે સોજીમાંથી પણ બનાવી શકો છો. આ વાનગી તૈયાર કરવામાં ખૂબ જ સરળ છે અને તેમાં વધુ તેલનો ઉપયોગ થતો નથી તેથી આરોગ્યપ્રદ પણ છે. અને જે ખાસ કરીને સવારના નાસ્તા પણ ખાતા હોઈએ છીએ, તો જાણો ઢોકળા બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી:

1 કપ સોજી, 1 ચમચી શુદ્ધ તેલ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/2 ચમચી તલ, 1/2 ચમચી નારિયેળ, 1/2 કપ દહીં, મીઠું, ખાંડ, 1/2 ચમચી ખાવાનો સોડા, 1/2 ચમચી સરસવ , કઢી પત્તા(મીઠો લીમડો)

રવા ઢોકળા બનાવવાની રીત :-

સૌ પ્રથમ આ રવા ઢોકળા બનાવવા માટે એક નોન-સ્ટીક તપેલી લો અને તેમાં સોજી (રવા)ને એક મિનીટ સુધી તેને ગેશની ધીમી આંચ પર શેકી લેવો અને પછી તેને આંચ પરથી ઉતારીને ઠંડુ કરો. પછી એક બાઉલ લો અને તેમાં દહીં, ખાંડ, મીઠું, ખાવાનો સોડા, આદુની પેસ્ટ અને થોડું તેલ ઉમેરો. શેકેલા રવો થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી બધી સામગ્રી મિક્સ કરો અને બેટરને થોડી વાર બાજુ પર રાખો.

બેટરને ગ્રીસ કરેલા પેનમાં રેડો અને લગભગ 20 મિનિટ અથવા બરાબર પાકે ત્યાં સુધી થવા દો અને ઢોકળાને વરાળમાંથી કાઢી લો અને થોડી વાર ઠરવા દેવું.

ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવનું તેલ, તલ, નારિયેળ અને મીઠા લીમડાના પાનને લગભગ 30 થી 45 સેકન્ડ સુધી સાંતળો. ઢોકળા પર તડકા રેડો અને તેના ટુકડા કરી લો. તો આ રવાના ઢોકળા તૈયાર છે, હવે તેને તમારી પસંદગીની ચટણી સાથે સર્વ કરી શકો છો.

Next Story